હરિગુરુ તારા વિના

મને મોજ ની બહાર કોણ બતાવે, હરિ ગુરુ તારા વિના.
મુજ હદય કમળે જ્ઞાન દીવડો, કોણ પ્રગટાવે,હરિ ગુરુ તારા વિના.
મને મોજ ની બહાર......

જિવતરમાં ખુબ જોયા, ચડાવ-ઉતાર ધૂપ વેઠી છે ઘણી.
મારે માથેથી દુઃખનો ભાર, કોણ હટાવે હરિ ગુરુ તારા વિના.
મને મોજ ની બહાર......

રોમે રોમે છે દુઃખડા પ્રભુ, જ્યાં જોવું હું તનમાં તપાસી.
મુજ મનનાં મયુરાને નાચ કોણ નચાવે, હરિ ગુરુ તારા વિના.
મને મોજ ની બહાર......

લાડ કરી કોને કહું, ક્યાં જઈ ખોલું દિલડાની વાતો.
મારી સુની જિંદગીમાં, રંગત કોણ સજાવે, હરિ ગુરુ તારા વિના.
મને મોજ ની બહાર......

"જગાણી" કહે જગતના સ્વામીને, હું નિર્બળ બાળ તમારો.
મને સણ-સણ સહાય કોણ કરે, હરિ ગુરુ તારા વિના.
મને મોજ ની બહાર......

'પ્રમુખ સ્વામી મહારાજ ને અર્પણ'

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages