મેર કરીને જગજો માવા

મેર કરીને જાગજો માવા, નયન કેમ ચડ્યા જોલે.
રવિ તણી કિરણો પ્રગટી, ફૂલડાં આંખો ખોલે.
મેર કરીને.......

મધુરવે ગાજે ગોરીયું, મીઠડાં ટહુકે મોરલા.
નીર ભરી ચાલે ગોપીયું, રમતી જાણે આવે ઢોલે.
મેર કરીને.......

જળમાં જાગ્યાં કમળવાલા, અનુપમ કાયા ધારણ કરી કમળે.
યમુના જળ જુવે વાટુ, મનોહર કેમ પોખ્યાં મોલે.
મેર કરીને.......

ગાવડી ગોતે ગોવાળને અને, વાછરું તાકે માવલડી.
રવિએ ખોલી આંખ રતુંબલ, સુખડાં શ્રુષ્ટિ પર જૂલે.
મેર કરીને.......

વહેલા ઉઠી ભજો વાલા ને, આવો અવસર કેમ જાય એળે.
મીઠાં ટહુકે ભજે પંખીડાં, "જગાણી" તું કેમ ભૂલે.
મેર કરીને.......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages