શ્રી હરિ તુજ દુનિયામાં

શ્રી હરિ તુજ દુનિયામાં, આવું કેમ બની ગયું.
સંતોષ હવે એમ માનું, થવાનું હતું ને થઈ ગયું.
શ્રી હરિ તુજ......

ખુદને પોષવા જુઓ, બીજાને હણી નાખે અહીં.
લંગર જુઓ લાલચનું, આ અહીંયા બાજી કેમ ગયું.
શ્રી હરિ તુજ......

ઘાત કરનારા શું જાણે, આ નાજુક દિલની વાતો.
સારસ પંખી તણું હૈયું, આ હૈયું અહીંયા ભાંગી કેમ ગયું.
શ્રી હરિ તુજ......

તક મળે તો ચુકે નહિ, બારુદ લઇ બેઠી આ દુનિયા.
રક્ત છે નિર્દોષ તણું, આ અહીંયા રેલાઈ કેમ ગયું ?
શ્રી હરિ તુજ......

સ્વર્ગ જેવી આ દુનિયા, "જગાણી" બગાડી કોણ ગયું ?
ફર્જ હતું ઇન્સાનો તણું, આ અહીંયા ભુલાઈ કેમ ગયું ?
શ્રી હરિ તુજ.......




Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages