ગુરુ તુજ કૃપા એ

ગુરુ તુજ કૃપા એ, મન ઘડી બતાવ્યું.
મારા ઘમંડી મનને, તમે નિર્મળ બનાવ્યું.
ગુરુ તુજ કૃપાએ........

જ્ઞાન તણો સૂરજ ઉદય થયા પછી.
ચાંદ કેરું અજવાળું, કામ ન આવ્યું.
ગુરુ તુજ કૃપાએ........

સમરણમાં તો સર્વ સુખ સમાયું.
ઘટ ભીતર ગુરુ, નૂર નવું ઉભરાયું.
ગુરુ તુજ કૃપાએ........

પ્રગટ બ્રહ્મ, તમે છો મારા વાલીડા.
જીવન મારુ સ્વામી, સફળ બનાવ્યું.
ગુરુ તુજ કૃપાએ........

ધર્યું ચિત્ત ગુરુ, મહંત સ્વામી ચરણે.
મૂલ્ય "જગાણી", મુક્તિ તણું સમજાયું.
ગુરુ તુજ કૃપાએ........



Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages