ગોકુળ તજે ભલે

ગોકુળ તજે ભલે તું - મનડું તજે તો જાણું.
વહે વેગળો ભલે તું - મને દે દગો તો જાણું.
ગોકુળ તજે.......

ભુલ્યો શાને તું ભુદરા, જો ભીંજાશે આંખ મારી.
પંડ તારું પણ પીડાશે, પીંખી જો પાંખ મારી.
દલડું દુભાવનારા - સુખે સુઈ શકે તો જાણું.
ગોકુળ તજે.......

લીધાં આવાં અબોલ, કિયા કારણે તે કાના ? 
થઈ વ્હાલો વખડાં, ધીધા કિયા કારણે તે કાના ? 
મેં પણ લીધા અબોલા - તું મનાવી લે તો જાણું.
ગોકુળ તજે.......

દીધાં શું દુઃખડાં, તેથી સમરણ સદા કરું છું ?
જીવતર કરીને અરપણ, લે ઋણ અદા કરું છું.
પ્રથા આ યુગ પુરાણી - પલટાવી દે તો જાણું.
ગોકુળ તજે.......

વ્હાલ્પના વેણ બોલે દેજે ક્ષમા તું તેને
વ્યાકુળ વિયોગી જાણી દેજે ક્ષમા "બ્રિજ" ને.
મૂરખ જો બતાવે - મારગ તારો તો જાણું.
ગોકુળ તજે.......

કવિ: -"બ્રિજ મૌન" 



Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages