Share this on

પ્રેમ કેરાં લક્ષણ


સત સંગીઓ ના સંગ માં રહેવા માંગુ છું.
જ્ઞાનીઓ તણાં મનડા જીતવા માંગુ છુ.

ઉપાડી કલમ ને લીધું મેં કાગળ,
કંઈક દિલની વાતો લખવા માંગુ છું.

જુના હતો વરસાદ ને નવા આજ ના છાટા.
નવી દુનિયાના વીચારો સમજવા માંગુ છું.

છે પ્રેમ શબ્દ ઊંડો, લવ લાગે ઉપરછલ્લો.
એ બન્નેનું અંતર જાણવા માંગુ છું.

મીરાં એ પ્રભુ પ્રેમ માં જુવાની વિતાવી.
"જગાણી" પ્રેમ કેરાં લક્ષણ બતાવવા માંગુ છું.

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.