કોઇ વ્યસન મુક્ત રાજી,
કોઇ મદિરા પીને રાજી.
મુનિ મૌનમાં રાજી,
વક્તા બોલમાં રાજી.
જગ રાજી રાજી ને રાજી.
સંત અશ્રુ આવે રાજી,
જગ હસેતો રાજી.
યોગી યોગમાં રાજી,
ભોગી ભોગમાં રાજી.
જગ રાજી રાજી ને રાજી.
લોભી ધન ભેરુ કરે રાજી,
દાતા દાન દીયે રાજી.
મજૂરી મળે મજુર રાજી,
આરામ મળે આળસુ રાજી.
જગ રાજી રાજી ને રાજી.
ભ્રમર બગીચામાં રાજી,
ભૂંડ ગંદગીમાં રાજી.
'જગાણી' અજબ કળા હરિની,
બ્રહ્મચારી એકલા રાજી,
પ્રેમી પ્રીયતમ સંગ રાજી.
જગ રાજી રાજી ને રાજી.

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.